Gujarati Quote in Blog by Komal Mehta

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભેદભાવ ભાગ ૩.

સર એક પીકનીક લઈ જવાના હતા, ૧૦ માં ધોરણ માં બાળકો ને! એક દિવસ ની પિકનીક. હું પણ એ પીકનીક માં જવા માટે એક્સાઈટડ હતી. અને પીકનીક નાં ૧૦૦ રૂપિયા ભરવાના હતા. એમાં થયું એવું કે પીકનીક નો પ્લાન નાં થોડાં દિવસ પહેલાં હું ગુજરાતી નાં સર ને સામે બોલી હતી. ગૌર સર હતા ગુજરાતી નાં, એ પણ મારા ગામ સાઈડ નાં હતાં, એ સાહેબે મારા માથા ઉપર હાથ રાખ્યો, અને હું એ સમયે ખરેખર નાં સમજ હતી, અને ને એ. સર ને ડોન્ટ ટચમી કીધું હતું. અને એ સર મારા ઉપર ગુસ્સે થયા તું શું બોલે છે તને જરા પણ ભાન છે ખરું. પછી ક્લાસ ખતમ થયો, અને બધી છોકરીઓ મને કહ્યું, કોમલ એ સર એવા નથી તું ગલત સમજી એમણે,મને મારી ભૂલ સમજાઈ હું બહુજ રડી હતી, અને ક્લાસ થી નીકળ્યા પછી હું અડધા રસ્તે થી પાછી ક્લાસ માં ગઈ, સર ને માફી માંગી, અને કીધું મને ખરેખર ભાન ના રહ્યું હું શું બોલી ગઈ. પછી બીજા સર એ મને કીધું કાલે મમ્મી કે પપ્પા ને લઈને આવજે ક્લાસ માં, મે કીધું ઓકે.

🍂હું મારી મમ્મી ને લઈને આવી ક્લાસ માં અને સર એ કીધું મમ્મી ને જે બનાવ બનેલો, અને ને મમ્મી ને બધી વાત ઘરે જઈને કરી દીધેલું, હું મમ્મી થી કઈ છુપાવવી નાં હતી. પછી સર એ કીધું કે મને પુરુષ જાત થી નફરત છે, તમે આને મગજ નાં ડોકટર ને બતાવો, સાઈકો છે. પછી મારી મમ્મી બોલી મારી છોકરી સાઈકો નથી, પણ એને આ બહારની દુનિયા પર વિશ્વાસ નથી, એણે એ સમજણ નથી હજુ કે કે માણસ ને પારખી શકે કોણ સારું છે અને કોણ ખરાબ, અને જીવન માં દરેક માણસ થાપ ખાય છે, બીજા માણસ ને પારખવામાં, અને એ અત્યારે માત્ર ૧૫ વર્ષ ની છે, તો ભૂલ થઈ જાય એનાથી.


🍂 અહીંયા આ વાત પૂરી થઈ, આ ઘટનાં પીકનીક નાં પ્લાન થતાં પહેલાં બનેલી.

Gujarati Blog by Komal Mehta : 111477405
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now