એક પત્નીના હાથમાં એના પતિના ફોનનો પાસવર્ડ આવી ગયો. એટલી ખુશ થઈ ગઈ એ. રાહ જોઈ રહી કે ક્યારે પતિદેવ બાથરૂમમાં જાય કે સૂઈ જાય અને પોતે એમનો ફોન લઈ ચેક કરી લે....
હું આવી ભૂલ ક્યારેય ના કરું!
પતિનો ફોન ચેક કરવાની જરૂર શી પડે? વિશ્વાસ છે તો છે એના માટે રોજ રોજ પરિક્ષા કરવાની? ધારો કે એ એમની કોઈ સ્ત્રી મિત્ર છે જેની સાથે એ મેસેજ શેર કરતા હોય, કે ચેટિંગ કરતા હોય તો શું? મને એનાથી શા માટે ફરક પડવો જોઈએ? એ મારા પતિદેવ છે અને આ જનમમાં એ સંબંધ તોડવો એમના માટે શક્ય જ નથી એ હું જાણું છું. અમારો સંબંધ કોઈ ફોનની વાતો કે બે ચાર ફોરવર્ડ કરેલા મેસેજ ઉપર થોડો ટકી રહ્યો છે!
તમે જ જરાક લાંબુ વિચારી જુઓ, તમારા પતિમાં એટલી હિંમત છે કે એ તમારો, એમના માબાપનો, બાળકોનો, સમાજનો અને તમારા પિયર પક્ષના સગાનો સામનો કરીને એમની બહેનપણી સાથેના સંબંધને પત્નીનો દરજ્જો આપી શકે? બે પાંચ ટકા પુરુષો ચોક્કસ હશે એવા પણ એના માટે થઈને બાકીના પંચાણું ટકા પતિઓને શું કરવા હેરાન કરવાના? 😂
એ આખા દિવસનો થાકેલો, અકળાયેલો કદાચ જે વાતો એમની બહેનપણી કે મિત્ર સાથે શેર કરે છે એ તમારી સાથે નથી કરી શકતો કે તમને જ એમાં રસ હોય એવું પણ બની શકે! એ તમારો ફોન ચેક કરે તો તમારા દિલ ઉપર શી ગુજરે? એક જ પળમાં વરસોનો વિશ્વાસ, પ્રેમ, ભરોસો બધું કકડભૂસ થઈ જાય. જ્યારે પત્ની પતિનો ફોન ચેક કરે ત્યારે પતિને પણ આવી જ લાગણી થતી હોય છે...
ટુંકમાં જે તમારું છે એ તમને છોડીને ક્યાંય જવાનું નથી અને જે ખરેખર ખરાબ પુરુષ હશે એને તમે રંગે હાથ પકડો કે ના પકડો એ ક્યારેય સુધારવાનો નથી...એવાને માટે થઈને આપણા મનની શાંતિ શું કામ ડહોળવી?
મારી સલાહ પ્રમાણે ના વર્તવું હોય અને તમારે તમારા વરજીનો ફોન ચેક કરવો જ હોય તો કરી શકો છો... બસ એક રીકવેસ્ત છે, એ પછી જે થાય એ મને ખાનગીમાં જરૂર જણાવજો....😂😂😂😂
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏