અનુભવની ડાયરીમાંથી........
આભારની અભિવ્યક્તિ માણસના સ્વભાવ પર નિર્ભર છે. જયારે કોઈ મોટી વ્યક્તિ તમારું કામ કરી આપે તો અનાયાસે વારંવાર નમીને આભાર વ્યક્ત કરો છો પરંતુ જો કોઈ નાની વ્યક્તિ તમારું કામ કરી આપે તો પ્રથમ પ્રત્યાઘાત " કામમાં એટલો વ્યસ્ત હતો ને એટલે તમને સોંપવું પડ્યું " અને આભારી હોવાની માત્ર ઔપચારિકતા નિભાવો છો. જીવનમાં આ સહજ હોવા છતાં પીડાદાયક છે. કામના બદલામાં મોટા માણસો પર ભેટ સોગાદની વર્ષા થાય છે જયારે નાની વ્યક્તિ કંઈ પણ ના મેળવીને સંતોષ મેળવે છે.