Gujarati Quote in Thought by Krishna

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આભારી છું મારી માં નો

જેમણે મને ટાઢ, તડકો અને વરસાદ
મા મારો ઉછેર કાળજી પૂર્વક કર્યો
પોતાના ઘરકામ વચ્ચે પણ
મારા તોફાનો સહન કર્યા

આભારી છું મારા પિતા નો

જેમની આંગળી પકડી ને હું
ચાલતા શીખ્યો
ન પૂરી કરી શકાય તેમાંથી પણ
ઘણીખરી મારી ઇચ્છાઓ પૂર્ણ કરવા સતત પ્રયત્નો કરીને પણ પૂર્ણ કરી

આભારી છું મારા ગુરૂ નો

જેમણે મને જ્ઞાન આપ્યું
ગુણ આપ્યા

આભારી છું મારા મિત્રો નો

જેમણે મને વિકટ પરિસ્થિતિમાં પણ
હિંમત આપી

આભારી છું મારા પ્રિયજનો નો

જેમણે મને હંમેશા સાથ, સહકાર અને સલાહ આપી

આભારી છું મારા જીવનસાથી નો

જેમણે મને એક નવી રાહ નવા ભવિષ્ય પર ચાલવા મારો હાથ પકડયો

આભારી છું એ લોકો નો

જેમણે મને ઘણા સબક આપ્યા

#આભારી

Gujarati Thought by Krishna : 111476852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now