Gujarati Quote in Blog by SMChauhan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#આભારી
તુજ રક્ત કે શહાદત ક્યાં માંગે છે માંઁ ભોમ આજે!
કેવળ ઘરમાં રહે તું, એટલી કુરબાની કાફી છે!

પથ્થર કે તિરસ્કારથી નવાજશે પરમાર્થને,
એ ફિકર ખાખી એ કયાં રાખી છે!

વિદ્રોહીઓને તેની નમકહરામી મુબારક,
અમે તો રીત વફાની રાખી છે!

રસ્તે વ્યર્થ રઝળપાટ હશે માત્ર શરારત,
પણ રાષ્ટ્ર માટે એ આંધી છે,
ગફલતો તારી કયામત લાવશે,
આ તો કેવળ ઝાંખી છે!

ઘેલછા પ્રકૃતિથી પાર જવાની,
તે નાહક-નઠારી રાખી છે
પાંગળો મનુષ્ય ને વામણું વિજ્ઞાન,
સત્તા હજુ અજ્ઞાતે હસ્તગત રાખી છે!

તું ચાહે ધિક્કારતો રહે આ ખાખીને,
અવિરત રહિશું સેવામા,
અમે કસુંબલ કુરબાની ચાખી છે

જ્યોત એક ભીતરમાં પણ પ્રગટાવજે,
ત્યાં હાજરી ઉજાસની પાંખી છે.
હો #આભારી તું 'ગજબ' ખાખીનો,
લાઠીએ લાજ રાખી છે!

-ગજેન્દ્રસિંહ જે ઝાલા "ગજબ"
PSI - દેવભૂમિ દ્વારકા

Gujarati Blog by SMChauhan : 111476469
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now