બધી બાજુથી ભરપૂર પ્રેમ કરતા રહેવું પણ એમને કહ્યાં વગર એ છે એક તરફનો પ્રેમ,
ના કોઇ ફોન કોલ કે ના કોઇ મેસેજ બસ આમ છે આ એક તરફનો પ્રેમ,
બસ એમના જ વિચારોમાં ખોવાઈ જવું એ કેટલી હદ નો હશે એક તરફનો પ્રેમ,
પોતાની હર એક સેંકડ એમનાં માટે જીવવી અરે એજ તો છે એક તરફનો પ્રેમ,
મનમાં ઘણું બધું હોય પણ બસ મનમાં રાખીને એમને ચાહે એજ એક તરફનો પ્રેમ,
કહેવું તો ઘણું બધું હોય પણ એ એના દિલમાં રહેલી એમની તસવીર ને કહી દેવું એજ એક તરફનો પ્રેમ,
હિંમત કરીને પૂછવાનું અભિનય કરે જ્યાંરે અરીસા સામે ઊભા રહી ને ત્યારે પણ ડર લાગે એજ એક તરફનો પ્રેમ,
કેટ કેટલું જતન કરવું પડે છે જ્યારે હૈયાને થાય છે એક તરફનો પ્રેમ,
બસ કંઇક આવો જ હશે લોકો નો અને મારો એક તરફનો પ્રેમ......