" લવ યુ ડેડ..."
યસ, માય ડેડ ઈઝ ધ ગ્રેટ પર્સન. એન્ડ હી હેઝ ગ્રેટ પર્સનાલિટી એન્ડ હી ઓલ્વેઇઝ ગીવ મી ❣❣❣ અનકન્ડીશનલ લવ....આઈ લવ માય ડેડ ફોરઍવર...
જીવનમાં મમ્મી-પપ્પા બંનેનું એક જ સરખું મહત્ત્વ રહેલું છે. મમ્મી આપણાંમાં સંસ્કારનું સિંચન કરે છે તો પપ્પાની આંગળી પકડી આપણને બહારની દુનિયાનું જ્ઞાન મળે છે.
મમ્મી તરફથી વાત્સલ્યનું વ્હાલ મળે છે તો પપ્પા કઠોર થઈને આપણાં કરિયરનું ઘડતર કરે છે.
કોઈ નાની આફત આવે તો આપણે " ઓ મા " બોલી જઈએ છીએ.
પણ રોડ ક્રોસ કરતાં હોઈએ અને એકદમ સામેથી ટ્રક આવી જાય અને આપણું ધ્યાન ન હોય, એકદમ ધ્યાન પડે તો આપણે અચાનક જ " બાપ રે " બોલી જઈએ છીએ.
આમ, નાની ઉપાધિમાં " મા " યાદ આવે છે પણ જીવનમાં કોઈપણ મોટી ઉપાધિ આવે ત્યારે પિતા જ તેને દૂર કરી શકે છે. એ એક નિર્વિવાદ વાત છે.
- જસ્મીન