માણસ ને જીવન માં ગમે તેટલી તકલીફ આવે વિષમ મા વિષમ પરિસ્થિતિ આવે પણ જીવન ટૂંકાવી દેવું એ સમસ્યા નું સમાધાન નથી. તમે સમસ્યા પર થી ધ્યાન હટાવી ને સમાધાન તરફ ધ્યાન કેન્દ્રિત કરો અને એવી વ્યક્તિ ને શોધો વિચારો કોણ તમને સમજી શકે તેમ છે? તો તમારા દિલ ને હળવું કરો અને આધ્યાત્મિક તરફ થોડું ધ્યાન કેન્દ્રિત કરો. પરિવાર નો સહકાર લેવા ની કોશિશ કરો પણ આ જીવન અનમોલ છે એમા પણ થોડું જીવન મળ્યું છે100 વર્ષ વધારે માં વધારે જીવસો. તો પછી આટલી ઉતાવળ શુ કરવા માટે? મૂર્ખ કહેવાય એ વ્યક્તિ જે જીવન ટૂંકાવે. અને લોકો મન માં ક્યાંક ને ક્યાંક એવું સમજે જ છે ખાલી લોકો એવું બતાવે છે કે ખોટું કર્યું. સો વાત ની એક વાત જીવન તમારું છે તમારા માં અને બાપ આ દિવસ જોવા માટે તમને નથી મોટા કર્યા અને તમારી વાઈફ, હસબન્ડ અને છોકરા શું કરશે એમ નહીં પણ શું કરવા આ બધું કર્યું જો જીવવું જ નહોતું તો. જીવન છે તો સંઘર્ષ પણ આવશે બધા દિવસો સરખા નથી હોતા. આજે કોરોના વાઇરસ છે પણ સામે શાંતિ થી સમાધાન પણ છે ચાહે નોકરી ગઈ હોય કે તબિયત ના સારી હોય ચાહે તમારા પ્રેમ થી દુર હોવ કે પાસે રોજ રોજ ઘર માં રહી ને કંટાળ્યા હોવ તો પણ જો આ અધરો સમય સાચવી લીધો ને તો સારો સમય તો ક્યાંય જતો રહેશે ખબર જ નહીં પડે. મારા મિત્રો જીવન અમૂલ્ય છે બહુ વિચારી ને શાંતિ થી સમાધાન શોધો. રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ
#મૂર્ખ