Gujarati Quote in Poem by પ્રશાંત સોમાણી

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપ મેળે રાહ સાચી પારખી શકતો નથી.
એટલે તારા વગર ડગલું ભરી શકતો નથી.

કાગળોમાં દીવડા પ્રગટાવી રાખ્યા ક્યારના,
સૂર્યની સામે છતાં તેને ધરી શકતો નથી.

છો ગુમાની લાગું તમને, તે છતાં સાચું કહું,
સાવ ખોટા લોક સામે કરગરી શકતો નથી.

આંખમાંથી આંસુ તો દડદડ વહેતા જાય છે,
દર્દ સઘળા કાળજામાં સાચવી શકતો નથી.

કેમ આવે યાદ તારી આટલી, કોને ખબર?
એકધારું હું મને પણ સાંભરી શકતો નથી.

પીઠ પાછળ ખાઈ લેશે પ્રેમખંજર શોખથી,
પ્રેમ કરવાથી કદી સાજન ડરી શકતો નથી.

આભ લગ મોટા મહેલો છો ચણાવ્યા તે પ્રશાંત,
યાદ મારી એની ભીતર તું ચણી શકતો નથી.

....પ્રશાંત સોમાણી

Gujarati Poem by પ્રશાંત સોમાણી : 111474258
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now