શાણપણ ચાલતું નથી પ્રેમમાં.
મૂર્ખતા જીત અપાવે પ્રેમમાં.
સવાર ને રાત કહેવી પડે છે,
આમ મૂર્ખ બનવું પડે પ્રેમમાં.
બે દિલ મળી જતા હોય ત્યાં,
શું મૂર્ખતા ને હોશિયારી પ્રેમમાં.
સાચો પ્રેમ કયાં જોવા મળે છે,
ક્રેડિટ કાર્ડ ને કાર મળે પ્રેમમાં.
પ્રેમ ત્યાગનું પ્રતીક છે અનિલ,
પોત પોતાના ઘરે સુખી પ્રેમમાં!
#મૂર્ખ