"અપેક્ષા"
માત્ર ભારતમાં જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં રોજ હજારો માણસો પોતાના જીવનનો ત્યાગ કરીને આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે આવું શા માટે થાય છે એ જાણવાનો જો પ્રયાસ કરીએ તો વ્યક્તિગત ધોરણે વ્યક્તિના આધારે ઘણા બધા કારણો નો નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે પરંતુ સર્વસામાન્ય કોઈ એક નિષ્કર્ષ હોય તો એ છે "અપેક્ષા". Bindu A.
દરેક વ્યક્તિ પોતાના જીવન અંતર્ગત ઘણી બધી ઈચ્છાઓ ધરાવતું હોય છે પરંતુ આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ થતી નથી થોડી ઈચ્છાઓ પૂર્ણ થતા બીજી ઇચ્છાઓ ઉદ્ભવે છે અને તેના કારણે આપણી અપેક્ષાઓ દિનપ્રતિદિન વધતી જ જાય છે એના માટેનું એક મહત્ત્વનું કારણ હોય તો એ છે "સંતોષ"ધારો કે કોઈક વસ્તુની ઇચ્છા આપણે ધરાવતા હોય અને એ પ્રાપ્ત થયા પછી આપણે સંતોષની લાગણી અનુભવીએ તો બની શકે કે બીજી ઇચ્છાઓ છે કે ન ઉદ્ભવે પરંતુ ઈચ્છા જ્યારે તૃપ્ત થઈ જાય છે ત્યાર પછીની જે સંતોષ ની લાગણી છે એની ક્યાંકને ક્યાંક બાદ બાકી રહી જાય છે અને એના અભાવે આપણે જે કાંઈ પ્રાપ્ત કર્યું છે તે માણવા નો અવસર વિસરી જઈએ છીએ હંમેશા આપણે આપણા આસપાસના સમાજના સંદર્ભમાં જ વિચારતા હોઈએ છીએ જો હું આમ કરીશ તો સમાજ શું કહેશે પરંતુ આપણે શા માટે આપણી જાતને ભૂલી જઈએ છીઅે
જીવન એક બહુમૂલ્ય વસ્તુ છે અને એમાં પણ માનવ જીવન એક અદ્વિતીય..... તેમ છતાં આટલી સરસ જિંદગીમાં આપણે મોટાભાગે તો બીજાઓની અપેક્ષા ઓ માટે થઈને જ જીવીએ છીએ થોડું આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે જે કંઈ મેળવ્યું છે એ બીજા ઘણા ખરા લોકો હજી સુધી મેળવી શક્યા નથી અને જીવનમાં હંમેશા દરેક વસ્તુ મળે જ એ જરૂરી પણ નથી માટે હંમેશા બીજાના જીવનના આર્થિક પાસાને અવગણીને ઈશ્વરે આપણને જે આપ્યું છે તેના તરફ આપણે ધ્યાન દોરી તો આપણે આપણી અપેક્ષાઓ ઉપર લગામ લગાવી શકશું. 🙏 જય દ્વારકાધીશ 🙏