વિભૂતિ એકલી બેઠી વિચારોના વમળમાં ફસાઈ હતી, ત્યતો પાછળથી માતાનો અવાજ આવ્યો કહ્યું વિભૂતિ બેટા કેમ એકલી બેઠી છે શું વિચારી રહી છે, છોળ બધી ચિંતા ચાલ પેલા દૂધ પિયલે બપોરે પણ સરખું જમ્યું નથી બેટા,
વિભૂતિ ના ચેહરા પર જાણે પ્રશ્નોનું પુર આવ્યું હોય તેમ માતાનો હાથ પકડીને બોલી નથી પીવું દૂધ અહિયાં બેસો મારી પાસે, માતા વિભૂતિને વ્હાલ કરી તેની પાસે બેઠી, કહ્યું બોલ બેટા વિભૂતિ માતાના ખોળામાં માથું નાખી અને આડી પડી માતા વિભૂતિ ના વાળમાં સ્નેહ થી હાથ ફેરવી રહ્યા હતા. ત્યારે વિભૂતિ એ માતાને પ્રશ્ન કર્યો કે માં લગ્ન માટે મન ત્યાર હોવું જરૂરી હોય છે કે ઉંમર? માતા એ હાસ્ય સાથે જવાબ આપ્યો કહ્યું બેટા અમારા સમય મતો ઉંમર હતી પણ આજના આ સમય માં મન ત્યાર હોવું જરૂરી છે. મારા સમય માં પણ મન જ ત્યાર હોવું જરૂરી હતું પરંતુ બેટા સમય ના પ્રવાહ માં બધું ચાલ્યું જતું, ત્યારે વિભૂતિ બોલી માં મારું મન તૈયાર નથી હજુ અને ઉંમર તૈયાર છે તો મારે શું કરવું જોઈએ ત્યારે રૂઢિચુસ્ત માતાએ સમય પ્રમાણે જવાબ વાળ્યો કહ્યું બેટા મન તૈયાર હોય ત્યારેજ વિવાહ કરજે, સમાજ ઘણા વેણ બોલશે પરંતુ મનમાં ના લઈશ આ જવાબ સાંભળી વિભૂતિ એ હાશકારો અનુભવ્યો અને માતાને આલિંગન આપી વ્હાલ થી માતાનો ગાલ ખેચી બોલી તમે મારા માતા છો કે મિત્ર તમે મારા કહ્યા વગર બધુજ સમજી જાઓ છો. ત્યારે માતાએ કહ્યું બેટા હું તારી ઉંમર માંથી નીકળી ચૂકી છું.
કેટલો સુંદર સત્યતા સાથે નો જવાબ હતો. કે હું પણ તારી ઉંમર માંથી પસાર થઈ ચૂકી છું, આ માત્ર જવાબ નહિ એક અનુભવ હતો કેટલા બાળકો ગેર માર્ગે જતાં અટકી જાય કે દરેક માતા પિતા આ વાક્યને સમજીને પોતાના બાળકની લાગણીને સમજીને તેને સાચવી લે.
કદાચ સમજતા હશે તો આ સમાજના ભય થી એ લાગણી મનમાં રહી જતી હોય છે.