"હાથના મોજા બેગમાં જ રહી ગયા" #શમણાંનુંશહેર
આજે લોકડાઉનની પરિસ્થિતિને લઇને હું અને મારો મિત્ર સેવાની ભાવનાથી કેટલાક કેળા અને સંતરા જેવા ફળોને થેલી માં લઇ, મોટર સાયકલને સેલ્ફસ્ટાર્ટ મારીને નીકળી પડ્યા સમાજ સેવા માટે.
મિત્રો ની શિખામણ અને કોરોના વાયરસ ના ડર થી માસ્ક, સૅનેટાઇઝર અને બેગમાં હાથના મોજા લઇ ને નીકળી તો ગયા, પણ ત્યાં પહોંચી ને જોયું તો, સાફ ના થયેલી જગ્યામાં શિષ્ટબદ્ધ નાના બચ્ચાઓ અને સાથે મોટા પણ ગોઠવાઈ ગયા કુતુહલતા સાથે અને એક આશા સાથે કે બેગ માં કઈ ખાવાનું કાંતો બીજો સમાન વહેંચવા લાવ્યા હશે એ અનિમેષ નજર અને.
હું વિચારોના વંટોળ માં ખોવાઈ ગયો કે વાસ્તવિકતા અને ભૂતકાળ વચ્ચે કે આપણે આવા હતા કે દુનિયા એ આવા બનાવ્યા !!!
સમય જુઓ કેટલો બદલાઈ ગયો ક્યાં દર્દીઓ થી ઉભરાતી હોસ્પિટલ લોકોની તાવ, શરીરનો દુખાવો, માનસિક રોગ, ઊંઘની દવા, ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, પેટનો દુખાવો આ દુખાવો તે દુખાવો, આ દવા તે દવા અરે કેટ …. કેટલું બધું ગાયબ હતું મારા આ શહેર માંથી !!!
ખાલી નજર આવતા હતા વાહનો, એ પણ એ લોકોના જે ખુબ જ વ્યસ્ત હતા એમના ધંધામાં, મોટા મોટા બિઝનેસ માં , નોકરીમાં અને તેઓજ આજે આ જરૂરિયાત લોકો માટે જમવાનું ને જીવન જરૂરિયાત વસ્તુ લઈને નીકળી પડ્યા હતા !!!
અને ભલે આજે મંદિર, મસ્જિદ, ચર્ચ બધું બંધ હતું પણ મને તો ઠેર ઠેર ભગવાન જેવું જ કોઈ દીઠું જે આ માનવસેવા કરતા લોકોમાં … મારો ભગવાન, ખુદા ખાલી મંદિર મસ્જિદ માં નહિ પણ સૌના હૃદયમાં ઘરે ઘરે જોવા મળ્યો.
આજે ઘણા સમય પછી સાથે ઘરમાં પરિવાર દીઠો, ના મળી શકતા સબંધીઓ, પરિવાર અને મિત્રોનો એક બીજા માટે ની ચિંતા અને ખબર અંતર માટે નો સ્નેહ જોયો. ખાલી whatsapp પર એક મેસેજ છોડી દેતા સબંધીઓ, મિત્રો આજે લાંબા લાંબા Phone Call પર દેખાયા. આવું તો કેટકેટલું મન માં આવી ગયું.
અને અંતે એ વિચાર કે
શું મારુ શહેર, મારા લોકો આવા હતા કે પછી કાંઈક એવું હતું કે જે તેઓ બતાવતા ના હતા ??? કે પછી એમણે જાતેજ પોતાને આટલા વ્યસ્ત બનાવી દીધા હતા ???
પ્રશ્ન ઘણા હતા મન માં, પણ સામે બેઠેલી ભીડ મારી રાહ જોઈ રહી હતી અને અને મારા મિત્રના સાદથી હું પાછો મારા કામ માં લાગી ગયો … અને હાથના મોજા ત્યાં બેગ માં જ રહેવા દીધા .
પણ હા એ હાથના મોજા ના હતા, એ બધું જ હતું હતાશા, દૂર દૂર રહેતો પરિવાર, દુઃખ, દવાઓ અને દવાખાના ના બિલ જેને હું હંમેશા આમ જ બંધ બેગમાં જ જોવા માંગુ છું પણ કોઈ મહામારી કે વાયરસ ના બીકે નહિ પણ એ બધી દબાયેલી વસ્તુ પર એક શમણાંનું શહેર જ્યાં લાગણી, પ્રેમ, સ્નેહ અને દરેક જીવ સ્વસ્થ્ય અને સુરક્ષિત એક બીજા સાથે હૂંફ થી જોડાયેલો હોય એક શહેર માં, સમાજમાં, વિશ્વમાં.
વિચારો સાથે બસ કામ પૂરું કર્યું સૌની સાથે વાતો કરી અને બાઈક ને સેલ્ફસ્ટાર્ટ મારીને શરુ કર્યું એ વિચારોની સાથે કે મારુ શહેર ધબકતું થઇ જાય અને પરિવાર, મિત્રો નો સ્નેહ આવી માનવસેવા હંમેશા જોવા મળે…
નોંધ :- વાત મહિના પહેલાની છે પણ હજી તાજી છે..
#કટું