#નિર્દય
શૈવીના મોટાભાઈએ પોતાના ભાગે આવતી એકેય જવાબદારી બરાબર નિભાવી ન હતી. જો શૈવીની મોટી બંને બહેનો ના હોત તો શૈવીના મમ્મી પપ્પાને ઘરડાઘરમાં જવાનો વારો આવ્યો હોત કારણ કે શૈવીના ભાઈ ભાભીએ પોતાના મમ્મી પપ્પા પર ખોટા આક્ષેપો લગાવીને એમને ઘરની બહાર કાઢી મૂકેલ. શૈવીની સ્થિતિ આછી પાતળી આથી બંને બહેનોએ શૈવીને આ જવાબદારી થી દૂર રાખેલી. હવે જ્યારે મોટાભાઇ ની દિકરીની સગાઇ નક્કી કરવાની થઈ ત્યારે સમાજની બીકે તો સમાજની બીકે મોટાભાઈને પોતાની ત્રણે બહેનો યાદ આવી. ત્રણે બહેનો પોતાના ભાઈની જેમ નિર્દયી ન હતી. તેમણે પોતાના ભાઈના ઘેર જવાની તૈયારી બતાવી દીધી.