#ઉગ્ર
ઉગ્ર વસ્તુ જ એવી છે કે,પ્રયત્ન કરવા છતા ઉગ્ર સ્વભાવ બની જાય છે.જ્યાં પણ નવું નવું છે .ત્યાં સુધી બધું શાંત છે.જેની પણ લાઈફ માં થોડો સમય જાય પછી,ધીરે ધીરે જૂનું થતાં જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.જેમ જેમ સમય વીતે તેમ તેના મનમાં નવી નવી આશાઓ બંધાય છે.લગ્ન પહેલા બધું બરોબર જ ચાલે છે. લગ્ન બાદ બધાજ સંબંધો ની આશાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.સાસુ હોય તો મારી વહુ હું કહું તેમ જ કરે .મારી વિરુધ્ધ એક પણ ડગલું ના ભરે.અમારા ઘર ના જ રીતિ રિવાજ અપના વે તેજ માન્ય બાકી વહુ સારી નથી,સંબધી ઓ ને વહુ વિશે કહેવાનું ચાલુ.વહુ ને ખબર પડે વહુ સારા ઘરની બાપ ની આબરૂ રાખવા ખાતર કંઈજ ના બોલે. સમય વીતે છે,સહન કરે છે પણ સહન કરવાની પણ હદ હોય. તેની પણ આશાઓ હોય,મૂંગા મોઢે બધું સહન કરે.જ્યારે હદ વટી જાય પછી સામે કઇંક બોલે.કે તરતજ સાસુ વહુ ના ઝગડા ચાલુ થઈ જાય.,ત્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ થાય.પછી જ પતિ પત્ની ના પણ વાતે વાતે ઝગડા થવા માંડે.સ્ત્રી જેટલું સહન કરે તેટલું આ દુનિયામાં કોઈજ ના કરી શકે.મમ્મીને ઘરે હોય ત્યારે મમ્મી ક્યારેક સંભળાવે કે સાસરે જાય પછી ખબર પડશે.મમ્મી હમેંશા આપના ભલા માટે જ કહેતી હોય છે.પણ આપણને ખોટું લાગી જાય છે.અને જ્યારે સાસરિયામાં આવે ત્યારે સાસુ ની ટક ટક ચાલુ જ હોય.પતિ પત્ની ના સબંધો સારા હોય પણ,કેટલાક પરિવાર માં સાસુ વહુ ના ઝગડા માં પતિ ને બધું સોશ્વા નું આવે છે. પતિ ની હાલત સૂડી માં રહેલી સોપારી જેવી થઈ જાય છે.નથી માને કાઈ કહી શકતો કે નથી વહુ ને અને પછી ધીરે ધીરે પતિ પત્ની ના સબંધો માં તિરાડ પડવા ની શરૂઆત થઇ જાય છે. એક બાજુ સાસુ એમ માને છે કે હું સાચી ,પત્ની એમ માને છે કે હું સાચી છુ. સૌ પોતપોતાની જગ્યા એ જો સાચા હોય તો બધાય સમજીને બોલવું જોઈએ.અને એક વાત તો ચોક્કસ સાચી કે જયારે આપનો સ્વભાવ ક્રોધિત હોય ત્યારે તો ઉગ્ર સ્વરૂપ જ થાય છે.બધું શાંત પડી જાય પછી એકમેક નેસમજી ને વાતો નું સમાધાન કરી લેવું.એજ સમજ ભરેલું પગલું છે.ક્યાંક સાસુ નો પણ સ્વભાવ સારો હોય છે તો વહું એ સમજવું.સમજણ રાખવી તે પણ સાનપણ છે .પતિ પત્ની એ પણ એકબીજા થી કંઈ છુપાયા વગર એકમેક ને વાત નું સમાધાન કરી લેવું.એજ પતિ પત્ની ના સબંધો ની જિંદગી છે.જે આપણને ઉગ્ર થતા રોકે છે.અને સમાજ માં શાંતિ નો માહોલ રહે છે.છે સ્વભાવ ઉગ્ર પણ એ સ્વભાવ ને ઉગ્રતા માંથી બચાવીએ .ઉગ્ર બનેલા મનુષ્ય ને શાંત પાડીએ. આપણી નૈતિક ફરજ નું પાલન કરીએ.આપના માં રહેલા એ ઉગ્ર સ્વભાવ ને શાંત પાડીએ હળીમળીને ને સાથે શાંતી થી જિંદગી જીવીએ અને બીજા ને જીવવા દઈએ.ક્યારેક પ્રેમ માં વિચલીત બનેલા પ્રેમીઓ નો સ્વભાવ ઉગ્ર બને છે,પણ એક સામેનું પાત્ર એવું હોય છે,કે પ્રેમ માં બનેલા પ્રેમી કે પ્રેમિકા શાંત પાડે છે .અને ફરી પ્રણય માં ફેરવાય જાય છે. અને આજના જમાના માં બ્રેકઅપ પણ જલ્દી થઈ જાય છે.માત્ર ને માત્ર આ ઉગ્ર બનેલો સ્વભાવ જ બધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ને નાવોઢાની ની માફક એક બાજુ જઇ ને બેસી જાય છે.અને માનવી ના એ સંબંધો ને તથા સ્વભાવ ને ઉગ્ર બની ને પછી છોડે છે.