તે સાગર છે.ને તે કિનારો પણ છે.
તે અંબર છે.ને તે ધરા પણ છે.
તે રવિ છે.ને તે રજનીશ પણ છે.
તે પ્રભાત છે. ને તે રાત્રિ પણ છે.
તે ખારો છે.ને તે મીઠો પણ છે.
તે ઉગ્ર છે.ને તે શાંત પણ છે.
તે હસતો છે.ને તે ઉદાસ પણ છે.
તે વિનોદ છે.ને તે વિષાદ પણ છે.
તે સ્વપ્ન છે.ને તે હકિકત પણ છે.
તે કલ્પના છે.ને તે તરંગ પણ છે.
તે તાપ છે.ને તે છાંયડો પણ છે.
તે પુષ્પ છે.ને તે મધમાખી પણ છે.
તે અગ્નિ છે.ને તે વાયુ પણ છે.
તે મેઘ છે.ને તે મયુર પણ છે.
તે આરંભ છે.ને તે અંત પણ છે.
તે ઔષધી છે.ને તે વરદાન પણ છે.
તે મારી વાર્તા છે.ને તે મારી કવિતા પણ છે
તે કૃષ્ણ છે.ને તે મર્યાદા પુરષોતમ રામ પણ છે.
તે મારો આત્મા છે.ને તે મારો પરમાત્મા પણ છે.
સમાપ્ત
@ROSH😊