થોડીક વાતો પ્રેમની...
અગણિત માનવો ની આ દુનિયામાં ઘણી બધી લવ સ્ટોરીઓ હોય છે ઘણા બધા પ્રેમીઓ-પ્રેમિકા ઓ હોય છે. પણ બધા ની લવ સ્ટોરીઓ પુરી નથી થતી, અધૂરી રહી જાય છે કોઈ કારણોસર કૈક કારણ કૌટુંબિક હોય શકે, કૈક જીવનમાં અલગ કરવાની પ્રેમીઓ અધૂરી ખવાઈશો ના લીધે, કૈક સફળતા પછી જ એકબીજા સાથે જીવન જીવવાની કસમો ખાવી છે એવા સંકલ્પો ના લીધે વગેરે...
આ બધી જ પ્રતિકૂળ કે સંજોગી પરિસ્થિતિમાં સવાલ એ થાય છે શું એ પ્રેમ સફળ ન થયો એવું કહેવાય...?? એક્ચુલી પ્રેમ એ એવી વસ્તુ છે જેને તમે શ્વાસ સાથે સરખાવી શકો, એટલે જે બીજાને દેખાતો નથી પણ જેને થાય છે એને ખબર છે ભગવાન સાથે પણ સરખાવી શકાય પણ એ બૌ વધુ થઈ જશે. કારણકે, વાચકો નો એક એવો વર્ગ પણ છે જેને એનાથી પ્રોબ્લેમ થઈ શકે બાકી યશરાજ ફિલ્મ્સ ના આદિત્ય ચોપરા એતો એમની ભાષા માં કીધું જ છે કે જેમના માં તમને ભગવાન દેખાય એની સાથે જ પ્રેમ કરવો "તુજ મેં રબ દિખાતા હૈ...!!!"
પ્રેમ માં છીએ એવું કહીએ છીએ, પણ પ્રેમમાં હતો એવું જ્યારે કહો ત્યારે જો તમને એ તમારો પ્રેમ યાદ આવી જતો હોય તો પ્રેમમાં હતો એવું બોલાય કે નહીં ?? જો યાદ આવી જતો હોય એ પ્રેમ તો પછી તમે હજુ ક્યાંક ખૂણે ખાચરે પ્રેમમાં છો જ પણ તમારું મગજ તમારા હૃદય ને ત્યાં પહોંચવા ના દેવા માટેનું એક બેરીકેશન બોર્ડ લગાવ્યું છે એમ સમજવું. પ્રેમ એક ખૂબસુરત અહેસાસ છે, એક એવી લાગણી કે જો તમને દિલથી કોઈના માટે થઈ હોય તો તમે ક્યારે એ વ્યક્તિને ભૂલી નથી શકવાના. ભલે પછી સંજોગો વસાત તમે એને મેળવી ના શક્યા હોય કે તમારા મેરેજ કોઈ બીજાની સાથે થઈ ગયા હોય પણ એ ફિલિંગ દિલ ના ક્યાંક ખૂણે અધમરી હાલતમાં પડેલી જ હોય છે. પ્રેમની તાકત એજ છે કે ભલે તમારી લવસ્ટોરી પુરી ના થઇ હોય તેમ છતાં એ તમને જીવવાની, બીજાની પ્રેમકહાનીમાં પોતાની જાત ને મુકવાની, એનો અહેસાસ કરાવવાની કોશિશ કરતો જ રહે છે. હું તો એવું માનું છું કે એ તો પ્રેમ તો તમારા દીલ નો એ કર્મચારી છે કે જેને તમે પગાર નહિ આપો, ઈન્ક્રીમેન્ટ નહિ આપો, એપરિશીએશન નહિ આપો તોય એ પોતાનું કામ વફાદારીપૂર્વક કરતો રહેશે...!!!
-ભાવેશ ભાવનગરી ✍️