#Qualified
આપણું જ્ઞાન, આપણું ભણ્તર, આપણી સાક્ષરતા
ત્યારેજ લેખે લાગે જ્યારે જીવન માં નાની મોટી પરિસ્થિતિઓ માં આપણે અચળ રહી શકીએ
યોગ્ય નિર્ણયો લઈ શકીએ.
એવું નહિ કે ચોપડી નું જ્ઞાન ચોપડી સુધી
જીવન માં ઘણી વખત ભણ્તર ક્યાય કામ લાગતું નથી
આપણી સાથે થયેલા નાના મોટા અનુભવો પણ
એટલો જ ભાગ ભજવે છે.
પેહલા ના લોકો માં આટલું ભણ્તર નહતું, પણ
જ્ઞાન ચોક્કસ હતું.
એ લોકો ભણેલા નહિ પણ ગણેલા હતા!
~યોગ્ય સમયે યોગ્ય વાત કરવી.
~ત્વરિત નિર્ણય શક્તિ હોવી.
~વાણી વર્તન માં સભ્યતા હોવી.
આ પ્રકાર ના ગુણો જો આપણે ન કેળવીએ તો
ભણ્તર ને ભાર રૂપ જ સમજવું.
એવા જ્ઞાન કે એવા ભણતર નો કોઈ અર્થ નથી.
આપણા વડીલો ને મેં ઘણી વખત કેહતા સાંભળ્યું છે,
'ભણ્યા પણ ગણ્યા નહિ'.