#### ઝડપ ####
ઝડપ થી બદલાઈ હતી જીંદગી
ગુનેગાર ન હતી હું સજા બસ એમજ મળી હતી,
વિસ્વાસ ના તાંતણે હું પણ બંધાય ગઈ હતી
કોઈ ગુનો નહોતો કયૉ તો પણ સજા ફરમાવાઈ હતી,
હતી લાગણી ના હતી કોઈ માંગણી
ક્યાં ખબર હતી કે અહીં મતલબી સાથે વાત થઈ હતી,
ના હતો કોઈ નો હક મારી જીંદગી પર
તેમ છતાં પણ તે કોઈ ના કેદખાનામાં પુરાય હતી,
આવ્યા હતા ધીમે ધીમે જીવન માં રંગ પુરવા મારા
ધણા સંબંધો ઝડપથી બદલાઈ ગયા હતા,
આપી ને દદૅ તે ખબર નહીં કેમ ખુશ થયા હતા
કારણ વગર અમે પણ ગુનેગાર થયા હતા,
ડગલે ને પગલે અહીં રંગ બદલતા જોયા હતા
ખોટા રંગો થી અમે પણ અંજાઈ ગયા હતા,
✍️ Aradhya ba