ઓચિંતું કોઈ મને રસ્તે મળે'ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ઉપરથી કુદરતની રેમ છે.
ધ્રુવ ભટ્ટ:-
આ પૃથ્વી ગોળ છે એતો બધાને ખબર હશે,જે વ્યક્તિ જેથી શરૂઆત કરે અંતે એને એજ પાછું મળે. આ કોઈ ચમત્કાર નથી કે જે કરો એ ભરો,આતો માત્ર તમારા સ્વભાવ પર આધાર રાખે છે.
તમે હમેશા હાસ્ય જ પીરશો,આવતા જતા લોકોને હસીને બોલાવો ખેર ખબર પૂછો તો એના ભીતર તમારા પ્રત્યે હમેશા હાસ્ય અને લાગણી જ હશે અને એ કાયમ તમને એજ આપશે અથવા તો તેને દુઃખ હશે તો પણ એક ક્ષણ માટે તમને યાદ કરીને હસી પડશે.
આ દુનિયા આખી વિચત્રતાથી ભરી પડી છે,એમાં તમે જે આપશો તમને એજ પાછું મળશે,જીવનમાં ખુશ રહેવું હોય તો કોઈથી વધુ પડતી અપેક્ષા ન રાખવી કોઈ બે ઘડી વાતો કરે તો કરી લો એથી બંધાય ન જાવ,કારણ કે એના જીવનમાં ફક્ત તમે એકજ નથી બીજા ઘણા લોકો હોય છે.
આજના સોશ્યલ સાઈટ સંબંધો વધુ પડતા વિકસિત થતા જાય છે,જે સમજદાર છે એ લિમિટમાં સંબંધ રાખે છે કોઈ હદથી વધારે તેમાં ઊંડા ઉતરી જાય છે,પણ આપણે એક વાત હમેશા યાદ રાખવી જેને જે જોઈતું હોય બને તો આપી દેવું પણ રિટર્ન ગિફ્ટની આશા ન રાખવી કારણ કે તેમાં તકલીફ સિવાય કશું નથી મળતું.
કોઈ બોલાવે તો બોલવું કોઈ આવે તો આવકાર આપવો કારણ કે દુનિયા ત્યાં જ વધુ સમય આપે જ્યાં ખુશી મળતી હોય આ દુનિયામાં દુઃખ કોને ગમે છે?? કોઈને નહીં,તો પછી આપણે દુઃખના ડુંગર શુકામ રાખવા ? જે આપણું છે એતો આપણી પાસે આપના છેલ્લા શ્વાસ સુધી રહેવાનું જ છે,એ ક્યાંય નથી જવાનું પણ જે જાય છે ત્યાં એકથી બે વાર રોકવાની કોશિશ કરવી(કારણ કે ઘણા સંબંધ ગેર સમજથી તૂટી જતા હોય એ માટે કોશિશ કરવી પડે) બાકી જવું હોય એતો લાખ કોશિશે પણ નથી રોકાતા એટલે જે છે એનો આનંદ માણવો અને આવે એને પણ થોડું ઘણું સુખ આપવું.
(જીવન હમેશા પાણીદાર રાખવું હમેશા લહેરાતા જ જવું)
આપણેતો આવ્યા અહીં બની મુસાફિર,
સમજણ હશેતો કોઈ છાપ છોડી જઈશું.
😊😊😊😊😊😊😊😊😊😊😢
dp,"પ્રતીક"