Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

11 દેવી દેવતાઓના 11 ઉપાય, આર્થિક મુશ્કેલીઓ થઇ શકે છે દૂર

જો તમે આકરી મહેનત કરતા હોવ છતાં પણ તમને ધારી સફળતા મળતી નથી અને પૈસાની અછત રહે છે તો તમે જ્યોતિષમાં જણાવવામાં આવેલા ઉપાયો કરીને લાભ મેળવી શકો છો

11 દેવી દેવતાઓના 11 ઉપાય

- ધનના દેવતા કુબેરને પ્રસન્ન કરવા માટે પાળા લાડું અને કેસરની ખીરનો ભોગ દરરોજ ચઢાવવો જોઇએ. તેનાથી બરકત રહે છે અને ઘરના ખજાનામાં વધારો થઇ શકે છે.

- શ્રી કૃષ્ણને માખણ મિશ્રીનો ભોગ દરરોજ ચઢાવવાથી તેમની કૃપાદૃષ્ટિ રહે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

- પ્રથમ પૂજ્ય ગણેશજીને મોદકનો ભોગ ચઢાવવાથી જીનવની દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. આ ઉપાય દરરોજ કરવો જોઇએ.

- ધનની દેવી લક્ષ્મીજીને ચોખામાંથી બનેલા વ્યંજનનો ભોગ ચઢાવો. લક્ષ્મીજીને ખીરનો ભોગ દર શુક્રવારે ચઢાવવો જોઇએ.

વારંવાર મુશ્કેલીઓ અને અડચણો આવતી હોય તો ભગવાન વિષ્ણુને ગોળ, પીળી દાળ અને લાડુંનો ભોગ ચઢાવવો જોઇએ.

- બુદ્ધિ અને વિદ્વાન થવા માટે દેવી સરસ્વતીને કેસરી ભાતનો ભોગ ચઢાવો.

- હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ગોળ અને ચણાનો ભોગ ચઢાવો.

- દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે ऊँ ह्रीं दुं दुर्गायै नम: મંત્રનો જાપ 108 વખત કરવો જોઇએ.

- શનિદેવને કાળા તલ, કાળી અળદ અને તેલથી બનેલી વસ્તુઓનો ભોગ દર શનિવારે ચઢાવવો જોઇએ.

- શિવજીને પ્રસન્ન કરવા માટે ચાંદીના લોટામાં શિવલિંગ પર દૂધ ચઢાવો.

- જો શત્રુનો ભય દૂર કરવા માગો છો તો મહાકાળીને લીંબુની માળા ચઢાવવી જોઇએ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111464967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now