શાંત થઈ છે, માનવીની 'વ્યથા' હવે શબ્દમાં
રણશિંગુ ફુંક્યું, અનેક કવિએ એના ગીતમાં
તે જુવે છે દુનિયા , રેતીના એક એક કણમાં
કવિ શાશ્વતી ને જાલે છે, એક એક ક્ષણમાં
હાક સુણી છે મે તો , રવીન્દ્રનાથ ટાગોર માં
સત્યાગ્રહી રહ્યા છે ગાંધી પણ એના કાવ્યમાં
રૂંવાડે ફૂટયો શોર્ય, મેઘાણીના અનેક કાવ્યમાં
પ્રેમી પણ ઘાયલ છે, અમૃત ભટ્ટની ગઝલમાં
ભક્તિ રસ ચાખ્યો છે મે નરસિંહના ગીતમાં
ઝેર ઘોડી પીધા છે, મીરાંએ એના ભજનમાં
જીવનના મૂલ્યો નું મૂલ્યાંકન છે નર્મદ યુગમાં
સમાજ સુધારક રહ્યા છે કવિ કાન્ત કાવ્યમાં
#શાંત