#શાંત રહેવું ક્રોધને જીતવા માટે નું હથિયાર છે.
શાંત રહો તો જ તમારા મનમાં પવિત્ર વિચારો આવી શકે છે,તેથી આત્માનો શ્રેષ્ઠ મિત્ર છે.
જીભનું મૌન એ સાચું મૌન નથી, મન ને પણ શાંત રહેવાની દીક્ષા આપવી જોઈએ.
જેટલા દુઃખ બોલવાથી થયા છે તેટલા દુઃખ શાંત રહેવાથી નથી થતા.
મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ્ય કરતા પણ ઘણુ વધારે છે.
જેનામાં શાંત રહેવાનો ગુણ નો વિકાસ નથી થયો તેના બધા જ સદગુણ વ્યર્થ છે.