જન્મથી મૃત્યુ સુધીનો Digital Journey
ડિઝીટલ જોડકણાં
જીમેઈલ પર જન્મ થયો, ટેલિગ્રામ પર તાર,
વોટ્સઍપ પર સ્ટેટ્સ મુકવા થયા બધા ફરાર,
બોલતા હજી શીખ્યો નહિ સંભળાવી ત્યાં રાઈમ,
ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ, મુદ્દો ઘરમાં પ્રાઈમ,
કેજી થી કોલેજ સુધી રહ્યો યુટ્યુબનો સુપર-સ્ટાર,
Subscribers ઘણા મળ્યા, મળી ન નોકરી યાર,
ફેસબુક પર પ્રીત પાંગરી, ઈનસ્ટા પર થયો પ્રેમ,
રૂબરૂ જયારે ભેગા થયા તો તૂટી ગઈ દિલની રેમ,
હૃદયની હાર્ડડિસ્કમાં ગયા ઈશ્કના વાયરસ ઘુસી,
એરર આવી વિવાહ નામની ન શક્યું કોઈ ભૂંસી,
આમ જ ચેટિંગ કરતા-કરતા થયું છાપરૂં ધોળું,
રીપોર્ટોના રસથાળમાં હાર્ટ પડી ગયું પહોળું,
ન ખુદ પર કરી શક્યો, સમાજ પર કર્યા ટ્વીટ,
લ્યો, ઓફલાઈન થયો, જીવનને કરતો કવીટ,
જુવો મળી ગઈ યમદૂતોને મારા મૃત્યુની Tip,
મોબાઈલ કાઢી મેં લખ્યું 'સ્વ.' ઇઝ ઈન Rip.
લેખક:- આશિષ ત્રિવેદી 'સ્વ.'