જીવનમાં રોજ આપણે અનેક કાર્યો કરીએ છીએ. આ અનેક કાર્યોમાં એક મહત્વનું કાર્ય છે આપણી માતૃભૂમિની સેવા.જે આપણે કરવાનું ભૂલી જઈએ છીએ. જેની ઉપર આપણે રહીએ છીએ એનું જ આપણે કઈ પણ મહત્વ નથી સમજતા.
મહર્ષિ અરવિંદે કહ્યુ છે કે,આપણા દ્વારા કરવામાં આવતાં દરેક કાર્યનું એક લક્ષ્ય આપણી માતૃભૂમિની સેવા છે.
આપણે જે પણ કોઈ કાર્ય કરીએ જેમ કે અધ્યયન, મનન, ચિંતન,આપણુ શરીર,આપણો આત્મા બધુ જ માતૃભૂમિને સમર્પિત હોવુ જોઈએ.
માતૃભૂમિ એ આપણી જનની છે એટલે હંમેશા એનો આદર સત્કાર કરવો જોઈએ.
આપણુ દરેક કાર્ય માત્ર આપણા માટે ન હોવું જોઈએ.એ કાર્ય સમગ્ર રાષ્ટ્ર માટે હોવું જોઈએ.રાષ્ટ્રનાં કલ્યાણમાં જ આપણુ અને આપણા પરિવારનું સુખ રહેલું છે.પોતાની પાસે રહેલા ધનનો ઉપયોગ રાષ્ટ્ર કલ્યાણ માટે કરવો જોઈએ.અહિ ધન એટલે માત્ર
પૈસા નહી. પોતાની અંદર રહેલા સંસ્કારની વાત કરવામાં આવી છે.
રાષ્ટ્ર હિત માટેનું કાર્ય એજ લોકો કરી શકે છે જેમની અંદર ત્યાગ અને બલિદાનની ભાવના રહી હોય.
જેમની પાસે રાષ્ટ્ર હિતની ભાવના હોય,જનકલ્યાણની ભાવના હોય,ત્યાગની ભાવના હોય.એવી વ્યક્તિનું જીવન પરિપૂર્ણ જીવન કહેવાય છે.
સેવા કરવાનું દરેકનાં નસીબમાં નથી હોતુ અને જેનાં નસીબમાં હોય છે એ સાચે જ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
બસ એટલું જ કહીશ કે માનવ જીવન મળ્યું છે તો રાષ્ટ્રની સેવા કરો,માનવતાની સેવા કરો,પ્રાણી માત્રની સેવા કરો.એક જીવનને આદર્શ અને સાર્થક બનાવે છે.
રાજેશ્વરી
#કિંમતી