ભાગવત સપ્તાહ...........(સાદાઈથી)
સોસાયટી મીટીંગમાં ભાગવત સપ્તાહ અતિસાદાઈથી કરવાનાં સંકલ્પ સાથે વક્તા તરીકે કોઈ પણ ચાલી જશેનો નિર્ણય અડધાં કલાકની ગહન ચર્ચા પછી લેવાયો.
દંભજીતભાઈ અને આડંબરીબહેન નાં વડપણમાં જમવા માટે કેટરર ની પસંદગી ફક્ત ૬ દિવસોમાં આટોપાઈ ગઈ.
દરરોજ ભવ્ય ભોજન સમારંભ, સ્વાદની ચર્ચા, અઢળક જમવાનો વેડફાટ અને ૧ કલાકની કથા બાદ, ભાગવત સપ્તાહ કોઈ પણ ઝાકમઝોળ વગર શાંતિપૂર્ણ રીતે પતાવી દેવાયો.
✍🏽..પંકિલ દેસાઈ
#શાંતિપૂર્ણ