#શાંતિપૂર્ણ
અધીરા બનવું, ઉતપાત કરવો, બેચેન રેહવું,
આપણે આપણા મન ને આમજ જાણે કેળવ્યું છે
આપણે સવારે ઉઠતા ની સાથેજ એમ્ ન કહી શકિએ કે
હે! મારા ચંચળ મન, આજે હું અને તું બંને,
આજ નો દિવસ શાંતિપૂર્ણ પસાર કરીશું
આપણે બીનજરૂરી વિચારો ના વમળ માં નહિ પડીએ.
તો મને લાગે છે કે આપણો અને આપણી
સાથે રેહનારા દરેક નો દિવસ શાંતિપૂર્ણ પસાર થાય.