મળવા કાજે ચાલ્યા સંતાનો વસુંધરાને,
હતા પુત્રો નીર , તરુવર, સમીર,
હતી પુત્રી ધેનુ, મૃતિકા પાંચ બાલવીર.
હતી મનમાં ગડમથલ વિચારોની,
હતો ઉત્સાહ માનવ સેવાનો,
હતી ફરિયાદ માનવ અત્યાચારની,
ચાલ્યા સંતાનો વસુંધરાના....
પ્રથમ અરજ સુનાવે નીર વસુંધરાને.
અહર્નિસ થાંઉ ઉપયોગી માનવને,
ટીપું શોધવા કરે યાત્રા ગ્રહની,
કદર નહિ મારી ઉપલબ્ધિની,
નહિ ચાલે મારા વગર અખિલ વિશ્વને,
કિંમત સૌ જાણે મારા ધનની,
કિંમત છે એમના જીવનની,
સેવા અર્પણ કરૂ ઋણ વગરની,
બગાડ કરી નકામો નાશ મમ જીવનો,
પીડા ન જાણે કોઈ મારા મનની,
વેદના સાભળૉ હે વસુંધરા જનની,
ચાલ્યા સંતાનો વસુંધરાના....
દ્વિતિય અરજ સુનાવે તરૂવર વસુંધરાને.
ગરમી શોષી છાયા દાન કરુ,
કાર્બન લઈ ઓક્સિજન દાન કરુ ,
ફુલ ખીલવી સુંદરતા દાન કરુ,
ફળ આપી ખોરાક દાન કરુ,
ભુખ્યો થયો રે મારા તનનો,
ના સમજ્યો મારા ધનને,
શા માટે નાશ મારા વનનો ?
ચિંતા સતાવે મારા તનની,
પીડા ન જાણે કોઈ મારા મનની,
વેદના સાંભળજો હે વસુંધરા જનની,
ચાલ્યા સંતાનો વસુંધરાના....
તૃતિય અરજ સુનાવે સમીર વસુંધરાને.
મારા થકી પવન ઊર્જા આપુ,
માનવ હ્રદય ને શ્વાસ આપુ,
નરી આખે દેખે નહી કોઈ,
હાજરીનો અહેસાસ અપાવુ સ્પર્સથી,
શ્વાસ રુંધાવે કારખાના સ્થાપી,
અકળાઉ હું માનવ ભયથી,
પીડા ન જાણે કોઈ મારા મનની,
વેદના સાંભળો હે વસુધરા જનની,
ચાલ્યા સંતાનો વસુંધરાના....
ચતુર્થ અરજ સુનાવે ધેનુ વસુંધરાને.
વાંચા નથી મારી જાતને,
સમજુ દરેક માનવ વાતને,
ઘી આપી નીરોગી બનાવુ,
પુત્ર આપી આપી કરાવુ ખેતી,
દુધ, દહી માનવને દેતી,
મફત આપી ઋણ ન લેતી,
કતલ કરે રે ભોળા માનવી,
પીડા ન જાણે કોઈ મારા મનની,
વેદના સાંભળો હે વસુંધરા જનની.
ચાલ્યા સંતાનો વસુંધરાના....
પાંચમી અરજ સુનાવે મૃતિકા વસુંધરાને.
ઉગાડી આપું અન્ન દાણા સોનેરી,
મકાન બનાવા દઉ પીઠ ઊપરી,
ખજાનો ખનીજ હું આપું ઉદરનો,
કાયા બગાડે ખાતર, રસાયણો નાખી,
પીડાન જાણે કોઈ મારા મનની,
વેદના સાંભળો હે વસુંધરા જનની,
ચાલ્યા સંતાનો વસુંધરાના....
અરજ સુણી રોવે વસુંધરા જનની ,
ચિંતા સતાવે માહિ માનવ પેઢીની,
જીવી જસે ધન ભુખ્યા ભોળા માનવી,
શ્વાસ રૂંધાવસે આવનાર પેઢીનો.
બોલી ચાલ્યા સંતાનો સંગ વસુધરા જનની.
મહેન્દ્ર આઇ. પવાર