અમાપ
કઈ રીતે માણસ પોતાની જાત ભૂલી ને હેવાન જેવું કાર્ય કરી બેસે છે. પોતાના મસ્તી મજાક સામે અન્યની કોઈ કિંમત જ નહીં ! શામાટે આવું ? કેમ ભૂલી જાય છે સંવેદનશીલતા . શું શિક્ષણ એટલે માત્ર વિષયોનું જ જ્ઞાન… સાથે માનવતા ના પાઠ ભણાવવા માં આવે તેમા ધ્યાન નહિ આપવાનું . આપણાં સિવાયની અન્ય ચીજ કે વ્યક્તિ કે પછી પશુ, પંખી કોઈ પણ હોય તેના માટે માનવતા મરી પરવારી છે. કેમ માનવ થી અપરાધોની રફતાર ખતમ જ નથી થતી ? ક્યારેક ખૂન, ક્યારેક બળાત્કાર, ક્યારેક બોમ્બધડાકા….આવું તો હજુ ધણું બધું છે જે લખતા પણ હૃદય ને દુઃખ પહોંચે છે. એવું લાગે છે એ બધું ક્યાં જઈને અટકશે. મારા મંતવ્ય પ્રમાણે શિક્ષણ તો ખૂબ જ જરૂરી છે જ પણ સાથે દરેક ઘરના સંસ્કાર પણ ખૂબ જ જરૂરી છે. આપણી સંસ્કૃતિ , આપણાં ધાર્મિક પુસ્તકોના વાંચન માટે આગ્રહ, વગેરે પણ જરૂરી છે. કોઈ પણ બાળક જન્મે ત્યારે કોરી ચોપડી સમાન જોય છે. તેને સૌથી પહેલા સંસ્કાર તેના ઘર માંથી મળે છે, પછી શિક્ષણ માંથી, પછી સમાજ માંથી. આ રીતે દરેકનું ઘડતર થાય છે. માટે આવા અક્ષમ્ય અપરાધો ને ડામવા માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. દેશને આગળ વધવા માટે ખૂબ જરૂરી પગલું આ પણ છે. આ બધું જ ત્યારે જ શક્ય બને જ્યારે માણસને પેટનો ખાડો પુરવા જેટલું ખાવા નું અને મહેનત સાથે ની રોજીરોટી મળે….
મિત્રો આમાં આપના પ્રતિભાવ આવકાર્ય છે.🙏