"Nish ની નજરે.. " with Nish Ep:1
"બે મોઢાળા માનવી"
થોડા દિવસો માં મેં બે દુઃખદ સમાચાર સાંભડ્યા જેને લીધી બે દેશ હચમચી ગયા. પેહલી ઘટના અમેરીકા માં રંગભેદ ના કારણે એક અશ્વેત નાગરિક ની હત્યા થઈ ગઈ. અને આખા અમેરિકા માં આ ઘટના નું હિંસક રીતે વિરોધ પ્રદર્શન થયું. અને બીજી ઘટના ભારત ની જ્યાં એક ગર્ભવતી હાથણી ને અનાનાસ માં ફટાકડા ભરી ને ખવડાવી દેવા મા આવ્યા અને અંત માં હાથણી મૃત્યુ પામ્યું. જેથી પુરા દેશ મા શોક નો માહોલ જોવા મળ્યો. (આ બંને ઘટના ના સત્ય ની ચકાસણી તમારી જાતે કરી લેવી)
હવે આ ઘટનાઓ પછી કેહવાતા વિદ્વાનો અને સેલિબ્રિટીઓ એ ફરી સહાનુભૂતિ ના નામે પોતાનું જનતા ને વ્હાલાં થવાનું મિશન શરૂ કરી દીધું કેવી રીતે આવો બતાવું.
અમેરીકા માં અશ્વેત ની હત્યા ના વિરોધ માં #blacklivemetters શરૂ થયો. હવે એમાં ભારત નાં અમુક એવા વિદ્વાનો અને સેલિબ્રિટીઓ પણ સમર્થન આપ્યું જે લોકો ખુદ ગોરા થવાની ક્રીમ વેચવા નાં લાખો કમાય છે. જે લોકો ખુદ અશ્વેત માનસ ને કાલુ, કલ્લુ જેવા શબ્દો થી સંબોધે છે. જે લોકો ને ખુદ પોતાના સંબંધો બાંધવા ગોરી વ્યક્તિ જોઈએ છે. પણ હદ તો આજે થઈ જ્યારે ભારતમાં ગર્ભવતી હાથણી નું મૃત્યુ થયું. ત્યારે ભારત નાં માંસ, માછલી, મટન અને ચીકન ખાનારા એવા જ અમુક વિદ્વાનો અને સેલિબ્રિટીઓ એ સોશિયલ મીડિયા પર સૂત્ર પોકારયું "માનવતા મરી પરવારી છે"
હવે શું કેહશો તમે આ લોકો ને?
હું તો કહીશ બે મોઢાળા માનવી, જ્યાં એક મોઢે ખુદ એ ખરાબ દુનિયા ના જીવવું છે. અને બીજા મોઢે જનતા ને વ્હાલાં થવા સહાનુભૂતિ જતાવી ને એજ ખરાબ દુનિયા ને ગાળો દેવી છે.
મહેરબાની કરી ને દૂર જ રેજો આવા કેહવાતા વિદ્વાનો અને સેલિબ્રિટીઓ થી.
અને રહી વાત માનવતા ની તો એ કોરોનાકાળ દરમિયાન આપણે જોઈ જ લીધી એ મારે કહેવાની જરૂર નથી.
નોંધ : બંને ઘટનાઓ પ્રત્યે મારી પૂરી સહાનુભૂતિ છે. બસ મને તકલીફ છે આવા બે મોઢાળા બેશરમ લોકો થી સહાનુભૂતિ ના નામે સારા થવા નો ઢોંગ કરે છે.
#nish
#navinajar