યથાવત હતી
આજે જુની એક બુકના પાના મેં ઊથલાવીને જોયા,
કાગળની ખરબચડી, પડી ગયેલી કરચલીઓમાંથી,
આજે પણ એ દિવસોની સોડમ યથાવત હતી.
સંભારીને રાખ્યા હતા, થોડા એ વાતચીતના વાક્યો,
જે કયારેક શરૂ ક્લાસમાં એની સાથે કયાઁ હતા, જોયું
તો આજે પણ એ સંવાદની શાહી યથાવત હતી.
બે ઘડી સાહેબની મસ્તી કરી હતી અમે બધાએ,
ત્યારે એના ચહેરાની મુસ્કાન મે ચિત્રી હતી,
આજે પણ એ ચિત્રની બારીકાઈ યથાવત હતી.
નમ્ર સ્વરે એણે પુછ્યું હતું, સ્કૂલના દિવસો પુરા થયા,
કોલેજ મા જઈને તુ આ બધું યાદતો કરીશ ને?
આજે પણ એ પ્રશ્ર્નની નમ્રતા યથાવત હતી.
આજે જુની એક બુકના પાના મેં ઊથલાવીને જોયા,
કાગળની ખરબચડી, પડી ગયેલી કરચલીઓમાંથી,
આજે પણ એ દિવસોની સોડમ યથાવત હતી.
- ગોરવ મહેતા "મિરવ"
#Polite