નિર્ણયો લઈ રહ્યા છો , મારી ઈચ્છા ની વિરુદ્ધ
પણ સંબંધ જાળવી રાખીશ, એ વાયદો આપી શકું
યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિ માં જ થઇ શકે વાત
આટલી સાદી વાત ઠસાવો મગજમાં, તો મારી વાતો આપી શકું
ઘણી વાર દિમાગ ચીંધે તે માર્ગે જ જવું હિતાવહ છે
લાગણી બાજુ માં મૂકી શકો, તો સારો અનુભવ આપી શકું
મિત્રો પર વિશ્વાસ રાખ તું, ના નહિ પાડું, પણ સાવ ખાનગી ખજાનો તું એને આપી દે, એ રજા ના આપી શકું
ખોટી ધારણાઓ દુઃખ નું કારણ બને જ છે ,
નઈ તૂટવા દઉં વિશ્વાસ , એ સોગંદ આપી શકું
મારી અરજનું માન જળવાશે જ, એ માનવું જ રહ્યું મારે
જો અપમાન થશે તો, પાણી ની જેમ વહી શકું....
#વિદાય_પ્રસંગ
#જય શ્રી કૃષ્ણ