હું નથી ગોરો કે નથી કાળો
હું બસ એક માણસ છું
હું નથી રામ કે નથી રહીમ
હું બસ એક ઇન્સાન છું
હું નથી સ્વાર્થી નથી મતલબી
હું તો બસ તારો દોસ્ત છું
શા માટે જુઓ છો બાહરી આવરણ
સાચું મૂલ્યાંકન તો આંતરિક મન નું છે
એક માણસ ની માણસાઈ તેના વિચારો
થી સ્પષ્ટ થાય છે....