Gujarati Quote in Quotes by Rajeshwari Deladia

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની જિંદગી એ ભાગદોડવાળી જિંદગી થઈ ગઈ છે.બસ આજે આપણને બધાને કઈ ને કઈ પ્રાપ્ત કરવું છે.જેમ બને એમ ઊંચાઈ હાસિલ કરવી છે.પણ આ ભૌતિકતાની દૌડમાં આપણે પોતાને ખૂબ જ પાછળ મુકી દીધાં.ભૌતિકતાની દૌડમાં આપણી પાસે પોતાની માટે બિલકુલ સમય જ નથી રહ્યો.બહારની આ ચકાચૌધવાળી દુનિયાને કારણે આપણને પોતાની અંદર જોવા માટેની એક ક્ષણ પણ નથી મળી રહી.

સમય પોતાનુ કામ કરી રહ્યો છે એ આગળ ને આગળ નીકળી રહ્યો છે.એની જોડે આપણે પણ આગળ નીકળી રહ્યાં છીએ. પણ આ બધાની અંદર આપણે ખુદ ક્યાં છીએ એ પ્રશ્ન આપણને બધાને સતાવી રહ્યો છે.સમય જતો રહ્યો પણ એની જોડે આપણી માટે કેટલીક યાદો મુકીને ગયો.

જીવનમાં આપણે ઘણા બધા કાર્યો કર્યા છે.કેટલાક કાર્યો સારા કર્યા છે તો કેટલીક ભૂલો પણ કરી છે.સારા કાર્યોથી વધુ ભૂલો કરી હશે.વીતેલી ક્ષણને આપણે પાછી તો નથી લાવી શકતા.પણ આપણે આપણુ મૂલ્યાંકન ચોક્કસ કરી શકીએ છીએ.એને આધારે કરેલી ભૂલો પાછી ન ડહોળાઈ એનું ધ્યાન  તો આપણે ચોક્કસ રાખી જ શકીએ. વ્યક્તિ જાણે છે કે આ ભુલમારાથી થઈ છે અને જાણવા છતાં પણ જો એ ભુલ પાછી કરે તો એવી વ્યક્તિને મૂર્ખ જ ગણવામાં આવે છે.

ભુલ કરવી એ ખરાબ વાત નથી.પણ કરેલી ભૂલોને વાંરવાર દોહરાવાવી એ એનાથી પણ મોટી ભુલ છે.
આંધળી વ્યક્તિ એ નથી જેની આંખો નથી પણ આંધળી વ્યક્તિ એ છે જે આંખો હોવાં છતા પણ જોઈ નથી શક્તી.પોતાની ભૂલોને ન જોવી એ આંધળાપણુ જ છે.અને આ આંધળાપણુ આપણી પ્રગતિમાં અડચણ ઊભી કરે છે.જીવનમાં પ્રગતિ કરવા માટે પોતાનુ સ્વ નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

રાજેશ્વરી


#આગળ

Gujarati Quotes by Rajeshwari Deladia : 111457605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now