સંનજુની વાત......
સંજુ ને એ વખતે 8 મું વરસ ચાલતું . એક દિવસ રજાના દિવસે સવારે સંજુ ના ખેતરે ડુંગળી રોપવાનું કામ ચાલતું હતું.
સંજૂના પિતાએ બધાં પરિવાર ના અભ્યો ને આ કામમાં વળગડેલા સંજુ નાનો હોવાથી ડુંગળી રોપતા આવડતું નહિ આબાબતે સંજુ ના પિતાજી ઊભા થઈ અને સંજુ ને શીખવવા ને બદલે ગાળો બોલી અને પાંચ છ પાટું મારીને ગોટો વાળી દીધો.
બાજુમાં કામ કરતા તેની બા એ સંજુને બચાવવા સહેજ પણ પ્રયત્ન કરતા નથી.
બરોબર આજ દિવસે બપોર પછી બા ગુવાર વેચવા દરરોજ જતાં તો ગુવાર છોડ સાથે થી ઉતારવાનો હતો, બધા ને ગુવાર ઉતારવા વળગાડી સંજુ ના પિતાજી પાણી વળતા હતા . સંજુ ગુવાર ઉતારે તો છોડની ડાળી તૂટી જતી આજોય પિતાજી નો બાટલો ફાટ્યો, શીખવવાનો પ્રયત્ન કરવાનો બદલે એવો ઢોર માર માર્યો કે કોઈ બચાવવા વચ્ચે પડ્યું નહિ.
1 આમાં કોનો વાંક?
2 સાચો રસ્તો શું?