Gujarati Quote in Microfiction by Dt. Alka Thakkar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જરૂરિયાતમંદ

મેના બા અને અમથા કાકા નિરાશ વદને બેઠા બેઠા માળા ફેરવે છે ને સાથે ભગવાન ને ફરિયાદ કરી રહ્યા છે આ કેવો રોગ આવ્યો છે? કોઇ બહાર પણ નીકળી શકતું નથી. જેને સગવડ છે એ તો ઘરમાં શાંતિ થી બેઠા છે , પણ અમારા જેવા નું શું ? કાકા ની તબિયત થોડી સારી હતી ફેક્ટરી માં નોકરી એ જતા તો
૩ - ૪ હજાર રૂપિયા પગાર મળતો તો ગાડું ગબડીને જતું. પણ તબિયત બગડતા એ નોકરી છૂટી ગઈ, દીકરો આવતો તો મહિને ૨ હજાર રૂપિયા આપી જતો એમાં જીવ્યે જતાં. દીકરો તો કરોડો કમાતો હતો પણ એ કહેતો બે ઘરડા જિવ ને શું ખર્ચ થાય, સીધું - સામાન તો હું લાવી આપું છું. કોરોના અને લોક ડાઉન ને કારણે દીકરો ૩ મહિના થી ખબર કાઢવા આવ્યો નથી ઘરમાં સીધું પણ ખલાસ થઈ ગયું છે . ત્યાં તો બહાર કંઈ કોલાહલ સંભળાયો, અવાજ સાંભળી મેના બા બહાર નીકળ્યા તો કેટલાક સરકારી માણસો સામાનની કીટ અને ટીફીન આપતા હતા. મેના બા એ પૂછયું બેટા કોના માટે છે? તો ભાઈ એ માહિતી આપતા કહ્યું ' બા આ તમારા જેવા સારા ઘરનાં માટે નથી આ તો" જરુરિયાત
મંદ " માટે છે.

Gujarati Microfiction by Dt. Alka Thakkar : 111454611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now