#જરૂરિયાતમંદ
આજે જરૂરિયાતમંદ દરેક વ્યક્તિ છે, દરેક સરકાર છે, દરેક દેશ છે, આખું વિશ્વ છે અને તેનું કારણ અહીંયા વ્યક્ત કરવું હું જરૂરી નથી માનતો કેમકે બધા ને ખ્યાલ જ છે. નાના વ્યક્તિ ની નાની જરૂરિયાત અને મોટા વ્યક્તિ ની મોટી જરૂરિયાત. જરૂરિયાત નાં માપદંડ નાના મોટા હોઈ શકે પરંતુ તેનું મહત્વ સદૈવ સરખું જ રહેવાનું.ભૂખ્યા ને જરૂર ભોજન ની, દર્દી ને જરૂર દવા ની,પોતાના ગામ જવા તડપી રહેલા શરણાર્થી ઓ ને જરૂર વાહન ની અને સરકારી અધિકારી ઓ ની પરવાનગી ની.
જરૂરિયાત આધારિત એક એવું ચક્ર ચાલી રહ્યું છે કે જેમાંથી એક પણ કડી તૂટે તો આ શ્રુંખલા ખોરવાઈ શકે.બસ આ પરિસ્થિતિ માં લોકો ની જરૂરિયાત ને પૂરી કરવા માં મદદરૂપ બની અને #જરૂરિયાતમંદ લોકો ને મદદ રૂપ થઇ એ તે મહત્વનું છે.
"આશા રાખીએ જલ્દી કોરોના નો પ્રકોપ થશે મંદ
અને થશે સ્વનિર્ભર જે આજે છે જરૂરિયાતમંદ"