ધરતી ના ખોળે ઉછલી ને ખેડ્યા વન ઉપવન
કણબી કુંવર અમે કહેવાના મા ના મમતા ની મોલ
પરોઢિયે ઉઠી ને પ્રાણાયમ કરતા અ હરરોજ
ગાય ભેંસ પશુ ઓ જેના જાને બાળક કોખ
બળદ ને સાતિ એ જોડી ચાલ્યે જાય ખેતી અ રોજ
ભાતુ લઈ નાર આવતી જમાડે મન થિ જીવન ની મોજ
રોટલો છાસ ને ગોળ ત્યારે લાગે ભોજન રાજભોજ
જમાડે પોતા ના હાથે થિ સ્વર્ગ સુખ થિ પણ અણમોલ
જિંદગી ની મહેનત થિ કરે અ જતન ખેતર ના મોલ
વર્સા થિ ધન ઉપજાવવા કરે પુજા ઇન્દ્ર ની રોજ
કૃપા કરી ઇન્દ્ર દેવ કરે વર્સા ઘનઘોર
કણ થિ મણ થય જતા ખેડુત હરખાય મનોમન
જમીન થિ જ જીવન જીવ્યા જમીન થિ જ કીધું મોત
અંતે જમીન મા ભરી જસે અ ધરતી પુત્ર પોત
.........
✍✍✍sweta sarsavadiya