સમય પસાર કરવા એક બહાનું જોઈએ
પ્રેમ કરવા હવે કરારનામું જોઈએ.
આજે કોઈપણ વ્યક્તિને એના જીવનની કોઈ એક સમસ્યા વિશે પુંછો, તો એમાથી દર બીજો વ્યક્તિ પોતાની લવ લાઈફ એટલે કે પ્રેમ વિશે જ ચિંતામાં મુકાયેલો હશે. દરેકને પ્રેમ જોઈતો હશે, પ્રેમ કરવો હશે, સામેવાળાને એ કહેવું પણ હશે, પણ એક ચોક્કસ સમયમર્યાદા સુધી જ.
પછી અચાનક જ એ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ઓછો થવા લાગશે, હાં કદાંચ પ્રેમ તો હશે, પણ જે પ્રેમ શરૂઆતમાં હતો એ પ્રેમ નહીં હોય, પહેલાં જયારે આખો દિવસ બંન્ને જે રીતે વાતો કરતાં એની જગ્યા ધીમે ધીમે નારાજગી અને અહંકાર લેવા લાગશે, આખો દિવસની ફકત એ વ્યક્તિની રાહ જોવામાં હવે અકડામણ આવવા લાગશે. સંબંધમાં આપણાંમાંથી મારૂ અને તારૂ થવા લાગશે, મનાવી લેવાની બદલે હવે આરોપો લાગવાં લાગશે, દરેક નાની નાની ભૂલ ભૂલી જવાના બદલે એક વિશાળ ઝગડાનું સ્વરૂપ ધારણ કરશે, એ વાત કરે તો જ હું કરીશ એવો વ્યવહાર શરૂ થશે, અને છેલ્લે બે હસતી, રમતી જીંદગી એકલતા અને ગુમનામીમાં ગરકાવ થવા લાગશે.
આ બધું શા માટે થાય છે, જયારે શરૂઆતમાં કોઈ વ્યક્તિ પસંદ આવે કે એની સાથે પ્રેમ થાય ત્યારે ના તો સમયનું ભાન રહે કે ના તો આગળનાં ભવિષ્યનું. ત્યારે બધી જ જગ્યાએ ફકત એ એક જ વ્યક્તિ દેખાતી હોય, એના વિશે જ વિચારવું એના જ ખયાલોમાં રહેવું, એને ખુશ કરવા હરરોજ કઈક નવું કરવું, અને એની ખુશીમાં જ પોતાની ખુશી શોધવાં લાગવી, એ બધું સમય જતાં કેમ બદલાવાં લાગે છે.???
સમય જતાં ના તો એ વ્યક્તિ માટે સમય રહે છે, ના તો એનું એટલું મહત્વ રહે છે, ના તો એની ખુશી જોવામાં આવે છે, ના તો એની જીદગી વિશે વિચાર કરવામાં આવે છે. જો ફક્ત થોડો સમય જ પસાર કરવો હોય તો પહેલાં કરાર પણ થઈ શકે છે ને.... કે ફક્ત આટલો સમય સાથે રહીશું, પછી જેમ એક અજાન સફરમાં એક અજાન મુસાફર મળે અને એની નક્કી કરેલી જગ્યા આવતાં જ એ મુસાફર અલગ પડે તેમ જ અલગ પડીશું
ખરેખર તો આવું જ થવું જોઈએ...જેમ કોલેજ માં જઈએ અને ૩ વર્ષ અભ્યાસ એ નક્કી કરવામાં આવે છે, તેવી જ રીતે જેને પ્રેમ માત્ર સમય પસાર કરવા જ કરવો હોય એને એક સમય નક્કી કરી લેવો જોઈએ. એટલે સામેવાળા વ્યક્તિને પણ ખબર રહે કે આટલો સમય જ સાથે વિતાવાનો છે પછી જેમ કોલેજમાંથી બહાર નિક્ળયા પછી જેમ કોલેજને યાદોમાં જ સાથે રાખી તેમ જ એ વ્યક્તિને યાદોમાં જ સાથે રાખવી પડશે એમ સમજી લે.