બાળપણમાં એક વાર્તા સાંભળી હતી....
ગામમાં એક વિશાળકાય પહેલવાન રહેતો હતો જે ખુબજ શક્તિશાળી હતો.ચારે તરફ તેના પરાક્રમની ચર્ચા હતી. તેનું બાહ્ય વ્યક્તિત્વ ઘણું આકર્ષિત હતું. નાના ભૂલકા તો તેની પાસે પણ જતાં ડરતા. છોકરાઓ તોફાન કરતાં અથવા જીદે ચડતા તો મમ્મીઓ કહેતી શાંત થઇ જાવ નહીં તો પહેલવાન મામા આવી જશે.
પહેલવાન તેની જિંદગીમાં એક પણ સ્પર્ધા હાર્યો ન હતો. ઘણાં પુરસ્કાર અને મેડલ મેળવેલા. લોકો કહેતા પહેલવાનને હરાવવો અશક્ય જ નહીં નામુમકીન હતું.
ગામમાં એક સમયે વિચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ખભે પાડિયું (ભેંસનું બચ્ચું ) ઉચકી દોડવાની જાહેર સ્પર્ધા હતી. સ્પર્ધકોએ પોતાનું પાડિયું સાથે લાવવાનું હતું. લોકો આતુરતાપૂર્વક આ દિવસની રાહ જોવા માંડ્યા અને આ દિવસ આવી ગયો. લોકોના ટોળે ટોળાં ઉમટવા માંડ્યા. ચિચિયારી શોરબકોરથી વાતાવરણ ગુંજવા માંડ્યું.
પહેલવાન પોતાના પાડિયા સાથે મેદાનમાં હાજર થઇ ગયો. તેના સિવાય કોઈ સ્પર્ધક દેખાતો ન હતો. અટલામાંજ એક સામાન્ય કદનો માણસ પોતાના પાડિયા સાથે આવી પહોંચ્યો. લોકો તેને જોઈનેજ હુરિયો બોલાવવા માંડ્યા અને પહેલવાન પહેલવાન બૂમો પાડી પહેલવાનને પ્રોત્સાહિત કરવા માંડ્યા.
કાઉન્ટ ડાઉન શરુ થયું. અંતિમ સીટી વાગી. પહેલવાન પ્રયત્ન કરતો રહ્યો પણ પાડિયું ખભે પણ લઇ ના શક્યો અટલામાંજ સામાન્ય દેખાતો માણસ પ્રથમ પ્રયાસે જ પાડિયું ઉચકી ભાગ્યો અને જોત જોતામાં લક્ષ્યરેખા પાર કરી ગયો. લોકો જોતાજ રહી ગયા એવું કેમ બનવા પામ્યું?
શક્તિશાળી પહેલવાન આખરે હારી ગયો...
એવું કેમ બનવા પામ્યું, એવો તો શું ચમત્કાર થયો કે સામાન્ય માણસ ભારીખમ સ્પર્ધા જીતી ગયો??
મને તો ખબર છે, તમે શું વિચારો છો??
#શકિતશાળી