આ દેહ ૨૪ તત્વોનો બનેલો છે પંચભૂત (પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ ) પંચપ્રાણ(પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન),૧૦ ઇન્દ્રિય ( પંચ કર્મેન્દ્રિય , પંચ જ્ઞાનેન્દ્રિય) અને ૪ અંતકરણ ( મન,બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ) અને આપણી જે કાયા તે રૂપી જે શહેર તેનો કોઈ રાજા હોય તો તે આપણો જીવાત્મા છે. જ્યારે આ ચોવીસ તત્વો જીવના કહ્યામાં ન કરે ત્યારે જીવ માયકાંગલા જેવો થઈ જાય છે પરંતુ જો જીવ બળ્યો હોય સમર્થ હોય તો ચોવીસ તત્વો નું કંઈ જ ચાલતું નથી માટે આપણો જે આ જીવાત્માં તેણે પોતે જ પોતાનું સામર્થ્ય બતાવવું પડશે અને આ ૨૪ તત્વ રૂપી જે પ્રજા તેને પોતાના અંકુશમાં રાખવી પડશે અને ૨૪ તત્વને પ્રભુપરાયણ કરી અને દરેક તત્વ ને પ્રભુના માર્ગ પર વાળી અને આ જીવનું કલ્યાણ કરવું પડશે ...
#પોતે