ગુમાવ્યો હોય કોઈ પોતાનો જ સ્વજન,
બન્યું કોઈ નિરાધાર હોય
અનુભુતિ એવી થાય છે જ્યારે યાદ કરૂ છું તે ઘટના તો.
ભ્રષ્ટાચાર, સ્વાર્થ અને કાળા ધનની લાલચે,
માસુમોના જીવ લીધા હોય
અનુભૂતિ એવી થાય છે જ્યારે યાદ કરૂ છું તે ઘટના તો.
કોઈના પાપે કોઈ હણાયુ અને સજા મળી કોઈને,
માણસાઈ મરી પરવારી હોય
અનુભૂતિ એવી થાય છે જ્યારે યાદ કરૂ છું તે ઘટના તો.
આંધળો બન્યો માનવી પૈસા કમાવવાની ઘેલછામાં ને,
સજા માસુમ જીંદગીએ આપી હોય
અનુભૂતિ એવી થાય છે જ્યારે યાદ કરૂ છું તે ઘટના તો.
અચાનક આંખ ભરાઈ આવી એ નરસંહાર ની યાદમાં,
જાણે તે ઘટના હમણાં જ ઘટી હોય
અનૂભૂતિ એવી થાય છે જ્યારે યાદ કરૂ છું તે ઘટના તો.
અર્પણ :
તક્ષશિલા દુર્ધટનામાં મ્રુત્યુ પામેલા બાળકોને