સવાર સવારે તારી અવાજ ના પડઘા દોડીને
પૂછ્યા વગર મારા કાં માં આવી જતા રોજ રોજ
મારી બંધ આંખોના દરવાજે ટકોર આપીને ખોલી જતા રોજ રોજ
તારી કાંસકી માં ફસાયેલા મારા વાળ
મારા lunch-Box માં ઠૂંશી ને ભરેલો ટેરો વહાલ
સાડી પર પડેલા હળદળ ના ડાઘ
આંગળીઓ પાર પડેલા એક એક કાપ
તારી ગોળ ગોળ ફરતી રોટલીઓ
સાથે વણાતી ચુપ્પી થી ભેરલી ધમકીઓ
તારી વૈત જેટલી વાતો ના તિર પણ ક્યારેક વીંઝી જતા મિલો દૂર
આ એમ ના થાય ને પેલો આમજ જ થાય એવી દલીલો મીઠી રોજ
ગુસ્સો તારો આંગણે પણ ના ફરકતો જોયો કદી
પણ તારા મૌન તો એવા અઘરા થયી ને માં મંગાવી જતા રોજ
નામ પપ્પા નું લઈ લઇ ને પોતાના જ મન નો સંદેશો મૂકી જતી રોજ
તારા અથાણાં વાળા હાથોએ આજે પણ પકડી રાખ્યો છે મારી જીભ નો સ્વાદ
આજે પણ રૂંધાવી જાય છે મને, યાદ કરીને તારી દાળ નો વઘાર
મારાથી છાના રાખી ને, મારાજ માટે કરેલા એક એક ઉપવાસ
દૂર રહી ને પણ તું રહીશ મારી પાસ
થોડી તારાજ જેવી હવે હૂં પણ બનતી જાઉં છુ રોજ રોજ
---મિત્તલ મેવાડા---