એક ચીની દરજીએ નમૂના તરીકે આપેલા જૂના કોટની આબેહૂબ પ્રતિકૃતિ જેવો જ નવો કોટ અભિમાનપૂર્વક સીવી આપ્યો. નવા કોટમાં પણ જુના કોટમાં હતાં તેવા કાણા, બાકોરાં અને થીગડાં હોય તેની ખાસ તકેદારી તેણે રાખી હતી.
આ એ સમયની વાત છે, જ્યારે દલિતોએ હિન્દુ, મુસલમાન અને શીખ સામે લડી અંગ્રેજોને ભારતની રાજકીય સત્તા મેળવવા માં મદદ કરી હતી. આમ અગ્રેજોનો વિશ્વાસ સંપન્ન કર્યો. દલિતો હિંદુઓથી દબાયેલા અને મુસલમાનો થી ઉપેક્ષિત થયેલા હતા.
પણ અંગ્રેજ હકુમતના ૧૫૦ વર્ષ વીતી ગયાં હોવા છતાં દલિતોની સ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો ન થયો. તેમની જેવી સામાજિક વ્યવસ્થા હતી તેવીજ સ્થિતિમાં અંગ્રેજોએ અપનાવી લીધી અને વફાદારી પૂર્વક યથાવત્ રહેવા દીધી. અંગ્રેજોની વૃત્તિ પેલા ચીની દરજી જેવી હતી.
(આંબેડકરનાં બીબીસી રેડિયો, લંડન, ૩૦-૧૨-૧૯૫૪માં આપેલા પ્રવચન માંથી)