એક પત્ર,
મારાં આદરણીય,
દરેકની સલાહ ! શીખો, શીખો જિંદગીમાં કામ લાગશે. સવારથી મોડી સાંજ સુધી શીખવાની લાહ્યમાં જીવવાનું ભૂલી ગયા. તમે જ તમારા સમયના ફોટાઓ શેર કરી, આનંદ, મઝાના દિવસો યાદ કરો છો અને અમને મોટિવેટ કરવાની કોશિશ કરો છો, અમને પણ એવો સમય આપો કે અમે જિંદગીમાં અમારા બચ્ચાઓને બાળપણના ફોટા શેર કરી શકીશું. કદાચ, અમારો તો એક જ યાદગાર ફોટો હશે, પીઠ ઉપર લટકતી વજનદાર ચોપડાની બેગ.
હવે તમે શીખો તો સારું, આચાર્ય ગણ, શિક્ષકગણ, નેતાગણ અને મારાં મજબુર માતા પિતા.
લી. પુસ્તકોનો ભારવાહક વિદ્યાર્થી.
#શીખો