Gujarati Quote in Story by Firdos Bamji

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘડિયાળ પર નજર પડી. ચાનો સમય થઇ ગયો પણ ચા ના આવી. રસોડામાં બે ત્રણ આંટા માર્યા, ખોંખારા પણ ખાધા પણ બધું વ્યર્થ. મનોમન બબડ્યો આજે ચા વગર ચલાવવું પડશે. મન મક્ક્મ કરી ફરીથી રસોડે લટાર મારી.

"આજે કાંઈ ભૂલી ગયા લાગો છો? "

"ભૂલી નથી ગઈ કાંઈ, નવરી નથી બેઠી. બહુ મન થયું હોઈ તો જાતે બનાવી લો... "

હું અવાક થઇ ગયો. જિંદગીની સંધ્યાએ વર્ષો પછી અનપેક્ષિત વર્તનથી મન દુઃખી થઇ ગયું.

બીજે દિવસે ફરીથી સિલસિલો શરુ થયો.

"એક દિવસ ચા વગર ના ચાલે શું? મારાથી હવે કામ થતું નથી."

વાત તો તેની સાચી છે. આખું જીવન તો મારી સેવામાં ખપાવી નાખ્યું. હવે શું અપેક્ષા રાખવી. મનોમન નક્કી કર્યું મારા કામ મારી જાતેજ કરતાં શીખવું પડશે.... અને ચા જાતેજ બનાવવાનો સિલસિલો ચાલુ થયો...

ઘણાં દિવસો પછી....

તેની તબિયત સારી ન હતી. રૂમમાં આરામ કરતી હતી. ચા બનાવી રૂમમાં લઇ ગયો.

"સારુ લાગે છે? " પૂછતાંની સાથેજ તેની આંખમાંથી આંસુ છલકાવા માંડ્યા. માથે હાથ ફેરવી પુછયુ શું થયું... પણ આંખમાંથી આંસુ વહેવા ના ચાલુ રહ્યા. તેના હાથ પકડી કહ્યું " મુઝકો ભી રુલાયેગી ક્યા "....

થોડી વાર પછી ..

"મને માફ કરજો... હું જાણું છું તમને ચા વગર નથી ચાલતું.. જે દિવસે હું નહીં રહું તો તમને કોણ ચા બનાવી આપશે... એ વિચારે તમને આત્મનિર્ભર બનાવવાનું નક્કી કરી લીધું હતું.. મને માફ કરજો "

"તમે તો મારાથી સારી ચા બનાવો છો " અને એક મંદ સ્મિત રેલાઈ ગયું બંન્નેના ચહેરા પર.

" આજથી રસોઈ પણ સાથેજ બનાવીશું " કહીને ભીની આંખે ખાલી કપ રકાબી લઇ ચાલી ગયો.

Today I am the Head Chef of my kitchen. Thanks to her.
#શીખો

Gujarati Story by Firdos Bamji : 111444177
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now