As a Infertility Special Astrologer Gift yo my F B friends
સુંદર અને સ્વસ્થ સંતાન જોઈએ તો કરો આ મંત્રનો જાપ
દરેક પતિ-પત્નીની એવી અભિલાષા રહેતી હોય છે કે તેમનું સંતાન સુંદર, સ્વસ્થ અને ઉત્તમ આચરણવાળું હોય તેની માટે તે અનેક મંદિરોમાં માથું ટેકવે છે, મુરાદો માંગે છે. આ બધાની સાથે જો નીચે લખેલ મંત્રનો દરરોજ જાપ કરવામાં આવે તો ચોક્કસપણે સંતાન ઉત્તમ ગુણોથી ભરપૂર જન્મ લે છે. આ મંત્ર આ પ્રકારે છે...
મંત્ર
ऐं क्लीं देवकी सुत गोविंद, वासुदेव, जगत्पते।
देहि में तनय कृष्ण, त्वाम अहं शरणं गत: क्लीं।।
-જાપ વિધિઃ-
-ઉત્તમ અને સુંદર સંતાન પ્રાપ્ત કરવા માટે ગર્ભવતી સ્ત્રીઓએ સવારે વહેલા ઊઠી નહાઈને ભગવાનને લાડુનો ભોગ લગાવવી ગોપાલની પૂજા કરો.
-લાડુ ગોપાલની મૂર્તિની સામે આસન લગાવી તુલસીની માળા લઈ આ મંત્રનો જાપ કરે. દરરોજ પાંચ માળા જાપ કરવાથી ઉત્તમ ફળ મળે છે.
-આસન કુશનું હોય તો શ્રેષ્ઠ પરિણામ મળે છે.
-એક જ સમય, એક જ આસન અને એક જ માળાથી આ મંત્ર ઝડપથી સિદ્ધ થઈ જાય છે.