શુ ઇતિહાસ હતો તમારો અને તમે વર્તમાનમાં ક્યાં આવી ગયા? સિયાસતની શતરંજના પાસા કઈ રીતે ફેંકવા એ તમારા પુરખાઓ તમને શીખવી ગયા નથી એવું લાગી રહ્યું છે. પુરા દેશમાં તમારા ઝંડા ઊંચા રહેતા હતા એક સમયે, આજે તમારા ઝંડાને ઊંચા કરવા માટે સ્થાનિક પક્ષની મદદ લેવી પડે છે. કે. કામરાજ જેવા અધોર રાજનીતિકાર તમારા પક્ષના જ હતા, પુરા દેશને ખબર છે "કામરાજ પ્લાન" શુ હતો....
જ્યારે શતરંજના પાસા ગલીમાં રમતા છોકરાના હાથમાં આવે છે ત્યારે એ બાજી હારવી જ પડતી હોય છે. ત્યારે એ હારને સ્વીકારવાની તાકાત રાખવી પડે છે. તમે ક્યારેય તમારા અતિત તરફ જોયું જ નથી, કદાચ એકવાર ભૂલથી પણ તમે તમારી રાજકીય સફર જોઈ હોત તો આજે ટેકો માંગવા ભટકવું ન પડેત. ઇતિહાસ તમારો આયનો છે જે તમને તમારી લાયકાત કે તમે જે પદ પર બિરાજમાન છો એ પદની ગરિમા બતાવે છે. તમારા પક્ષના હકેમો જે અડધી સદીથી રાજનીતિમાં પારંગત છે એ પણ તમારા સામે હાથ જોડી તમારી હરેક વાતમાં સહમત થઈ જાય છે. આ જ કારણ રહ્યું છે કે તમે દિવસે ને દિવસે લેફ્ટ વિચારધારા માફક ભૂંસાતા જાઉં છો....
તમારે ફરી દેશમાં છવાઈ જવું હશે તો તમારે આ પરિવારવાદનો જર્જરિત થયેલ આશા સ્થંભ જમીનદોસ્ત કરવો પડશે, કમાન્ડ કોઈ યોગ્ય માણસના હાથમાં આપવી પડશે, તમારા ભૂતકાળનું અને આવનાર ભવિષ્યનું વિચલિત થયા વગર અધ્યન કરવું પડશે. રોજ રોજ કટકે કટકે ભાંગી જવા કરતા એક સાથે પડી ફરી નવા વિચારો સાથે ઉભા થતા શીખો, તો જ તમે તમારા પરચમ લહેરાવી શકશો....
સદન રહે આ વિલાપ અત્યારે જે તમે ચાલુ કર્યો છે એનું પરિણામ કશું જ આવવાનું નથી, અને વર્તમાન સત્તાધીશ એ પણ યાદ રાખવું રહ્યું કે સત્તાનું પાન ક્યારેક હાનિકારક સાબિત થાય છે, પોતાના અહંમને કિનારે કરી પોતાના દેશને આગળ લઈ જવાની વિચારધારા જ દુનિયાની મહાન વિચારધારા બની રહેશે.....
✍️મનોજ સંતોકી માનસ✍️