રુહ - આરોહી શું છે ?
અમન - પ્રેમ
R - ભૂલી જા એને
A - શરીર ના એક અમૂલ્ય ભાગને કઈ રીતે ભૂલું
R - એ આગળ નિકળી ચુકી છે
A - એ સારી વાત છે
R - એ પાછી નહીં આવે
A - બીજે કયાં જશે
R - શા માટે પાછી આવે એ ?
A - કુષ્ણની સાક્ષીમાં વાયદો કર્યો હતો, એની સામે કરેલા વાયદા એમ તોડી ના શકાય
R - શું ચાહે છે તું ?
A - ફકત એ...
R - એનામાં એવું શું છે ?
A - તું નઈ સમજી શકે
R - એણે એકપણ વાર વિચાર કર્યો તારા વિશે !
A - એટલે એણે મારા વિશે વિચાર્યું ખરુ
R - એણે એકપણ વાર પાછળ ફરીને નથી જોયું
A - તો એ મને આગળથી શોધી લેશે
R - એની રાહ જોવામાં મરી જઈશ
A - જીવવું પણ કોને છે
R - જઈને મળી કેમ નથી આવતો ?
A - તો એ કયારેય નહીં મળે
R - એ પાછી આવશે તો શું કરીશ ?
A - ચુમી લઈશ
R - કોઈ ગમ ?
A - એની આંખો ના જોઈ શકયો
R - છેલ્લી ઈચ્છા ?
A - એના વાળમાં હાથ ફેરવવો
R - એનાથી નફરત કેમ નઈ થતી ?
A - ચાહત અને નફરત એકસાથે ના થાય.