#રાખવું
તને રાખું તો ક્યાં રાખું???
જો રાખું નયન માં તો
ક્યારેક આસું થઇ ને તું વહી જાય તો??
જો રાખું મારી કલ્પના માં તો,
ક્યાંક કલ્પના ને પાંખો મળે ને
તું ઉડી જાય તો???
જો મન માં રાખું તને, તો
ક્યારેક મન માંથી નીકળી જાય તો??
જો રાખું મારાં હૈયા ના નગર માં તો
પણ તને ત્યાં ના ફાવે તો???
એટલે જ કાયમ તને રાખું છું
મારાં કવિતા ના વિષય માં,
શબ્દે - શબ્દે, & અર્થે -અર્થે,
તારાં હોવા નો અહેસાસ મારાં માં,
તારાં ઉલ્લેખ વગર મારી કવિતા,
કાયમ થી અધૂરી!!!!
એટલે જ તને રાખી છે,
મારાં જીવન ના અહેસાસ માં !!
dr.priyanka gorasiya